अहमदाबाद में 'वाइब्रेंट नवरात्रि महोत्सव 2026' का भव्य शुभारंभ: CM भूपेंद्र पटेल ने किया उद्घाटन
આવ્યો, ભક્તિ અને શક્તિનો ઉત્સવ... અમદાવાદ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2026 નો ભવ્ય શુભારંભ વિવિધ દેશોના રાજદૂતો અને પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરાવ્યો. ગુજરાતની ગરિમા અને પરંપરા સમો ગરબો આજે યુનેસ્કો દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસો' તરીકે ઘોષિત થઈને સમગ્ર વિશ્વમાં આપણી સંસ્કૃતિનો ડંકો વગાડી રહ્યો છે. આ ઉત્સવ માત્ર નૃત્ય કે આનંદ પૂરતો સીમિત નથી, પરંતુ માઁ આદ્યશક્તિની આરાધના, ભક્તિ, આપણી અખંડ એકતા અને સમૃદ્ધ વિરાસતનું પ્રતીક છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતની સંસ્કૃતિ આજે દેશ-વિદેશમાં ગૌરવપૂર્ણ રીતે ઉજાગર થઈ રહી છે ત્યારે વાઇબ્રન્ટ નવરાત્રિ ઉત્સવ ભારતીય સંસ્કૃતિના માહાત્મ્યને વધુ બળ અને ઊર્જા આપશે. #VibrantNavratri2026
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 11, 2026

