Last Modified: भिण्ड ,
शनिवार, 23 नवंबर 2013 (11:09 IST)
चंबल घाटी में 'बसंती' ने किया भाजपा का प्रचार
ઈશાનનો ખૂણો હંમેશા સ્વચ્છ અને ખાલી રાખવો જોઈએ. ધ્યાન રાખો કે અહી ટોયલેટ બિલકુલ ન હોવુ જોઈએ. ઘરમાં અગ્નિનુ સ્થાન વાસ્તુમુજબ દિશામાં હોવુ જોઈએ. અગ્નિનુ સ્થાન આગ્નેય ખૂણો છે, તેથી રસોઈઘર યોગ્ય રીતે ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં બનાવવુ જોઈએ. ચુલો ઉત્તર પૂર્વ દિશામાં ન હોવો જોઈએ.
P.R
મુખ્ય દરવાજો કે બારીમાંથી ચુલો દેખાવવો જોઈએ નહી, આવુ હોય તો પરિવાર પર સંકટ આવવાની શક્યતા રહે છે.
P.R
પશ્ચિમ દિશામાં બેસીને ભોજન કરવાથી સંતોષ સુખ અને શાંતિ મળે છે. તેથી ભોજન કક્ષ પશ્ચિમમાં હોવુ જોઈએ. જો આ શક્ય ન હોય તો ડાઈનિંગ ટેબલ પશ્ચિમમાં હોવુ જોઈએ.
P.R
ઘરના ઉત્તર અને પૂર્વ દિશાઓમાં બારીઓ, દરવાજા, જાળી અને વરંડા વગેરે બનાવો અને ખુલ્લુ સ્થાન રાખો. ધ્યાન રાખો કે ઘરનો કોઈ ભાગ ગોળાકાર ન હોવો જોઈએ. ધ્યાન રાખો કે પડોશીનુ વોશિંગ મશીન, સૂકાય રહેલા કપડા વગેરે તમારા ઘરની બારીમાંથી દેખાવા ન જોઈએ.
P.R
ઘરનો ઈશાન ખૂણો દૂષિત હોય તો પરિવારમાં અનેક સમસ્યાઓ આવે છે. આ દોષથી મુક્તિ માટે એક ઘડો વરસાદના પાણીથી ભરીને તેને માટીના વાસણથી ઢાંકીને ઈશાન ખૂણામાં દબાવી દો.
P.R
દરવાજો ખૂલતા જ સીડી (દાદરા) દેખાય તો એ અશુભ હોય છે. તેથી જો તમારા ઘરના દાદરા આ સ્થિતિમાં હોય તો વચ્ચે એક પડદો લગાવી દો.