सुशील का कोई जवाब नहीं : सतपाल
બોલીવૂડમાં આમ તો અનેક લવસ્ટોરી બની ગઈ.. કેટલીક બની રહી છે... કેટલીક લગ્નમાં પરિણમી તો કેટલીક જોડીઓ અલગ અલગ રસ્તે વળી ગઈ. એવી જ એક જોડી છે.. સલમાન ખાન અને કેટરીના કેફની જોડી. વર્તમાન સમયમાં એક થા ટાઈગર ફિલ્મને કારણે આ જોડી હોટ ફેવરેટ બની ગઈ છે. આવો આજે અમે તમને જણાવીએ આ જોડીના જીવનમાં આવેલ ઉતાર-ચઢાવની સ્ટોરી....
સલમાન જ્યારે બિગ બોસના હોસ્ટ હતા તે સમયે કેટરીના કેફ ફિલ્મ 'તીસ માર ખાઁ'ના પ્રમોશન માટે આવી તે ટીવી શો માં આવી હતી. સલમાને કેટરીનાને પ્રશ્ન કર્યો કે - તમારો ફેવરેટ સ્ટાર કોણ છે ? ત્યારે કેટરીનાએ જવાબ આપ્યો - અક્ષય કુમાર. આ જવાબ કદાચ સલમાનને સારો ન લાગ્યો... તેણે કહ્યુ કે આપ ઈસસે ભી નીચે જાઓગી ? ... મતલબ ખાન ત્રિપુટીને છોડીને આજે તને અક્ષય કુમાર પસંદ છે.. સલમાનનો કહેવાનો મતલબ શુ હતો એ તો સલમાન ન જાણે પણ આ શો ના આ એપિસોડ દ્વારા લોકો સામે એક ગુસ્સેલ આશિકનો ચેહરો સામે આવ્યો હતો. ત્યાર બાદ કેટરીનાને આ વિશે પૂછવામાં આવ્યુ હતુ કે .. સલમાનના આવા પ્રશ્નથી તમને ખોટુ નથી લાગ્યુ. ત્યારે કેટરીના કહ્યુ કે તેણે ફક્ત મારી સાથે બે ઘડી ગમ્મત કરી હતી.
આ પછી સલમાનના ગુસ્સાનો બીજો કિસ્સો હાલ તાજો જ છે. સલમાનની આગામી ફિલ્મ 'એક થા ટાઈગરના શૂટિંગ દરમિયાન કેટરીનાના એક ડ્રેસને લઈને સલમાન ખૂબ જ નારાજ હતો. સાંભળવા તો ત્ય સુધી મળ્યુ હતુ કે સલમાને કેટરીના પર આ બદલ હાથ પણ ઉઠાવ્યો હતો. કેટરીનાએ એ સમયે કરીનાને નજીક જ શૂટિંગ કરી રહી હતી તેને ફોન કર્યો અને કરીનાએ સલમાનને સમજાવ્યો ત્યારે સલમાનનો ગુસ્સો શાંત થયો. આ વિશે જ્યારે સલમાનને પૂછવામાં આવ્યુ તો સલમાને કહ્યુ કે આ બધુ બકવાસ છે. અને કેટરીનાએ જવાબ આપ્યો.. કે હા.. મને એ ડ્રેસ બોડીગાર્ડ જેવો લાગ્યો તેથી મે તેને પહેરી લીધો.. પછી મે તે ડ્રેસ બદલી નાખ્યો હતો.
2004.